• Sun. Apr 11th, 2021

Corona Update: કોરોનાના નવા કેસમાં મસમોટો વધારો, રંગરૂપ બદલી રહેલા વાયરસથી તજજ્ઞો પણ ચિંતાતૂર

Byadmin

Sep 2, 2020

ગઈ કાલે નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો પરંતુ આજે ફરીથી નવા દર્દીઓ વધી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 78,357 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 37,69,524 પર પહોંચ્યો છે. જેમાંથી 8,01,282 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે અને 29,019,09 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 1045 લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 66,333 થયો છે.

નવી દિલ્હી: ગઈ કાલે નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો પરંતુ આજે ફરીથી નવા દર્દીઓ વધી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 78,357 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 37,69,524 પર પહોંચ્યો છે. જેમાંથી 8,01,282 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે અને 29,019,09 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 1045 લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 66,333 થયો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં 1 સપ્ટેમ્બર સુધીમાં 4,43,37,201 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 10,12,367 નમૂનાનું ગઈ કાલે પરીક્ષણ કરાયું.

વારંવાર રંગરૂપ બદલી રહ્યો છે કોરોના, ટેન્શનમાં એક્સપર્ટ્સ
ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે બધાની નજર કોરોના વેક્સિન પર છે. કારણ કે એવું માનવું છે કે વેક્સિન આવતા જ લોકોની જિંદગી પાછી પાટા પર દોડશે. પરંતુ એક નવા સ્ટડીમાં વિશેષજ્ઞોએ આ વાયરસને વારંવાર રંગરૂપ બદલતો જોયો છે. જે ખુબ ચિંતાનો વિષય છે. જો વાયરસ વારંવાર રંગરૂપ બદલતો રહે તો પછી વેક્સિનની અસરમાં પણ ફરક પડશે અને શક્ય છે કે વેક્સિન પણ આ વાયરસના સંક્રમણને રોકી ન શકે.

જર્નલ ઓફ લેબોરેટરી ફિઝિશિનનો આ રિપોર્ટ 1325 જીનોમ, 1604 સ્પાઈક પ્રોટીન અને 279 આંશિક સ્પાઈક પ્રોટીનના વિશ્લેષણ પર આધારિત હતો. આ તપાસ નમૂનાને 1 મે સુધી અમેરિકાના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન (NCBI)માં રાખવામાં આવ્યાં અને ત્યાં તેના પર રિસર્ચ કરાયું.

આ વાયરસ પોતાના રંગરૂપ બદલી શકે છે
તજજ્ઞોએ કહ્યું કે અમેરિકાથી SARS-CoV-2ના જીનોમથી કાઢવામાં આવેલા પ્રોટીનમાં મોટાભાગે આનુવંશિક પરિવર્તન જોવા મળ્યું. સિંહે કહ્યું કે વાયરસ અલગ અલગ વાતાવરણના સંપર્કમાં આવવાથી પોતાની આનુવંશિક સંરચનાને બદલવા માટે જાણીતો છે. પરંતુ આ મામલે, પરિવર્તન ખુબ ઝડપથી થઈ રહ્યું છે. અમને ખબર નથી કે તે બીમારી ફેલાતા કેવી રીતે અસર કરશે.

અનેક રિસર્ચ સંસ્થાઓએ ભાગ લીધો
આ અભ્યાસમાં અનેક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે ભાગ લીધો હતો. જેમાં ચેપી રોગો અને વૈશ્વિક આરોગ્ય કાર્યક્રમમાં પ્રતિરક્ષા, મેકગિલ યુનિવર્સિટી સ્વાસ્થ્ય કેન્દ્રના અનુસંધાન સંસ્થાન અને મેકગિલ ઈન્ટરનેશનલ ટીબી સેન્ટર, કેનેડાના તજજ્ઞો સામેલ હતાં. અભ્યાસમાં કહેવાયું છે કે સ્પાઈક પ્રોટીન વેક્સિનના વિકાસનો પ્રમુખ લક્ષ્ય હતો પરંતુ વૈશ્વિક સ્તર પર ઉપલબ્ધ તમામ જીનોમમાં એન્ટીજેનિક એપિટોપમાં અનેક પરિવર્તન જોવા મળ્યાં.

Good News!: ઘરમાં એકદમ સરળતાથી મળી રહેતી આ એક વસ્તુ કરી શકે છે જીવલેણ કોરોનાનો નાશ

અભ્યાસમાં કહેવાયું છે કે નાના સમયગાળાની અંદર કોવિડ-19 વાયરસના સ્વભાવમાં પરિવર્તન થઈ શકે છે. જો કે તે જણાવે છે કે તેના માટે રસી વિક્સિત કરવી એક પડકારભર્યું છે. તમારા બોડીમાં એન્ટીબોડી તૈયાર જ ન થાય તેની પાછળનું એક મોટું કારણ મ્યુટેશન હોઈ શકે છે. જે દર્શાવે છે કે મ્યુટેન્ટથી સંક્રમિત રોગોીઓમાં ખુબ ઓછી કે શૂન્ય એન્ટીબોડી હશે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *