12 વર્ષની છોકરી ધાબા પર રડતી હતી, કહ્યું- પિતા શરીર પર માલિશ કરવાના નામે 20 દિવસ સુધી….

12 વર્ષની છોકરી ધાબા પર રડતી હતી, કહ્યું- પિતા શરીર પર માલિશ કરવાના નામે 20 દિવસ સુધી…..

વ્હાલનો દરિયો ગણાતી દીકરીને જ એક પિતાએ પીંખી નાખી છે. પિતા અને પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતી આ ઘટના અમદાવાદમાં બની છે. જેમાં એક પિતા પોતાની જ 12 વર્ષની દીકરીને બોડી માલિશ કરવાના નામે બળાત્કાર ગુજારતો હતો. સતત 20 દિવસ સુધી પિતાના દુષ્કર્મનો શિકાર બનેલી સગીરા ધાબા પર રડતી હતી. જેને એક પાડોશી જોઈ જતાં તે પડી ભાંગી હતી. અને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ આ મામલે મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. વાડજ પોલીસે નરાધમ પિતાની પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને પકડી પાડ્યો છે.

અમદાવાદના વાડજ વિસ્તારમાં 12 વર્ષની સગીરા પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. સગીરાના પિતા સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. લોકડાઉનની જાહેરાત પહેલાં તેની માતા પોતાના વતન ઉત્તરપ્રદેશ ગઈ હતી. અને બાદમાં લોકડાઉન જાહેર થતાં જ તે ત્યાં રોકાઈ ગઈ હતી. જે બાદ થોડા દિવસ તો પિતા શાંત રહ્યા હતા. પણ પોતાની જ દીકરી પર પિતાએ નજર બગાડી હતી.

પિતા સગીરાને કહેતો તે લાવ હું તને શરીર પર માલિશ કરી દઉં. સગીર વયની દીકરીને પહેલાં તો પિતાના મનમાં છૂપાયેલાં પાપની ખબર ન પડી. પણ જેવો પિતા તેની શરીર પર માલિશ કરતો ત્યારે તે સગીરાના શરીર સાથે અડપલાં કરતો હતો. અને બાદમાં પિતાએ પોતાની જ દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

પિતાના આવાં ઘોર અપકૃત્યથી સગીરા ડરી ગઈ હતી. પિતાએ એક-બે દિવસ નહીં પણ સતત છેલ્લા 20 દિવસથી આ પ્રકારે સગીરા સાથે હવસ સંતોષતો હતો. પિતાના અત્યાચારથી કંટાળેલી દીકરી ધાબા પર જઈને રડતી હતી ત્યારે પાડોશીને જોઈ જતાં તેણે પોતાનું દુઃખ છૂપાવી ન શકી. ભાંગી પડેલી સગીરાએ પાડોશીને સમગ્ર મામલાની જાણ કરી દીધી હતી.

ત્યારબાદ આ મામલે મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ મહિલા હેલ્પલાઈનનાં કર્મીઓએ સગીરાનું કાઉન્સિલિંગ કરી પિતા સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વાડજ પોલીસે નરાધમ પિતા સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. અને હાલમાં તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.

ગુજરાતમાં દિવસને દિવસે સગીરાઓ પર બળાત્કારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને આ કામ બહારની નહીં પણ કોઈ ઘરની અને પરિવારની જ વ્યક્તિ કરતી હોય છે. તેવામાં જ્યારે એક પિતા જ પોતાની દીકરીને હવસનો શિકાર બનાવે તે ઘટના ખુબ જ દુઃખદ છે. દીકરીને આપણે બહારનાં લોકો પર ભરોસો ન કરવા અને વાત ન કરવા કહેતાં હોઈએ છીએ પણ જ્યારે ઘરમાં જ નરાધમ બેઠાં હોય ત્યારે છોકરીઓ કેવી રીતે સુરક્ષિત રહેશે

Leave a Reply