વેરાવળમાં બીડી ન આપતાં પિતા-પુત્રનો તલવાર વડે હુમલો, વચ્ચે પડેલી માતાને પણ ન છોડી

 

લોકડાઉનના ત્રીજા તબક્કામાં પણ ગુજરાતમાં પાન-મસાલાની દુકાનો બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. તો પાન-મસાલાના બંધાણીઓ બેબાકળા બનીને બમણી કિંમતે નશો કરી રહ્યા છે. તો બીજી બાજુ નશો ન મળતાં તેઓ હુમલાઓને પણ અંજામ આપી રહ્યા છે. વેરાવળમાં બીડી આપવાની ના પાડતાં પિતા-પુત્રએ એક યુવક પર તલવાર વડે હુમલો કર્યો હતો. યુવકની માતા વચ્ચે પડતાં તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.

ગીર સોમનાથા વેરાવળની ભાલકા સોસાયટીમાં એક યુવાન છૂટક બીડીના વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેના પાડોશમાં રહેતાં પિતા-પુત્રએ યુવક પાસેથી બીડીની માગ કરી હતી. જો કે લોકડાઉન હોવાથી યુવકે પિતા-પુત્રને વેચાણ બંધ હોવાનું જણાવી બીડી નહીં મળે તેમ કહ્યું હતું. બીડી આપવાની ના પાડતાં જ પિતા-પુત્ર રોષે ભરાયા હતા.

ગુસ્સામાં આવીને પિતા-પુત્રએ બીડી વેચતા યુવક પર તલવાર વડે હિચકારો હુમલો કરી દીધો હતો. યુવાન પર હુમલો થતાં બચાવમાં તેની માતા પણ આવી ગઈ હતી. જેના ઉપર પણ પિતા-પુત્રએ હુમલો કર્યો હતો. આમ બીડી વેચનાર યુવાન અને તેની માતા હુમલામાં લોહીલુહાણ થઈ જતાં તેઓને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હુમલા બાદ પિતા-પુત્ર ફરાર થઈ ગયા હતા.

આ વીડિયો પણ જુઓઃ લોકડાઉનનાં બે તબક્કા બાદ 4મેથી લોકડાઉન 3ની શરૂઆત

Leave a Reply