વિશાખાપટ્ટનમમાં ઝેરી ગેસ લીક, 5 ગાંમ કરાવવામાં આવ્યા ખાલી! હોસ્પિટલોની બહાર હજારોની ભીડ

વિશાખાપટ્ટનમમાં ઝેરી ગેસ લીક થતા ત્રણ લોકોના મોત થયા. તો પાંચ હજાર લોકો બીમાર પડ્યા. જ્યારે કે, ગેસના કારણે પાંચ ગામને ખાલી કરાવવામાં આવ્યા. આ ગેસ એલજી પોલીમર ઈન્ડસ્ટ્રીઝમાંથી ફેલાયો હતો. આ કંપની આરઆર વેંકટપુરમમાં આવેલી છે. ગેસ લીક થતાની સાથે ગામમાંથી લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, ગેસ લીક થવાના કારણે ત્રણ કિલોમીટર સુધી તેની અસર વર્તાઈ હતી અને આશરેસંખ્યાબંધ લોકો રસ્તા પર પડેલા જોવા મળ્યા.

 


કેટલાક લોકોને ઉલ્ટી અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગેલ લીક થવાના કારણે આઠ લોકોના મોત અને ૨૦ જેટલા લોકોની હાલત ગંભીર છે. જ્યારે મોટી સંખ્યામાં લોકોની હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે. તો બે હજાર બેડ ધરાવતી હોસ્પિટલમાં લોકોને ખસેડવાની તૈયારી કરવામાં આવી છે.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ફાર્મા કંપનીમાં ગેસ લીકેજનો મામલો સામે આવ્યો છે. આ ઘટના ગુરૂવારે સવારે થઈ હતી. ત્યાર બાદ આખી શહેરમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં પરિસ્થિતિ નિયત્રણમાં નથી આવી રહી. સ્થાનીક પ્રશાસન અને નેવીએ ફેક્ટરીની પાસેના ગામને ખાલી કરાવી દીધા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આરઆર વેંકટપુરમમાં સ્થિત વિશાખા એલજી પોલિમર કંપની ખતરનાક ઝેરીલા ગેસ ફેલાયો હતો તેની અસર ત્રણ કિલોમીટર સુધી રહી હતી. હાલ પાંચ ગામ ખાલી કરાવી દેવામાં આવ્યા છે. હજારો લોકો માથાના દુખાવા ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફની સાથે હોસ્થિટલ પહોંચ્યા હતા.

સરકારી હોસ્પિટલમાં ત્રણ લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 20 લોકોની હાલત ખૂબ ગંભીર જણાવવામાં આવી રહી છે. તેમાં વધુ વૃદ્ધ અને બાળકો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સરકારી હોસ્પિટલમાં 150-170 લોકોને દાખલ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકોને ગોપાલપુરમના પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 1500-2000 બેડની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે

Leave a Reply