ગૂડ ન્યૂઝ / લૉકડાઉનમાં SBI ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, લોન મામલે થશે ફાયદો

 

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ સતત 12મી વખત MCLR આધારિત વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ વખતે વ્યાજ દરોમાં 15 બેસિસ પૉઇન્ટ્સનો ઘટાડો કરવામાં આવ્યો છે જે 10 મે થી લાગૂ થશે.

 

SBIએ લોનના વ્યાજદરોમાં 15 બેસિસ પૉઇન્ટ્સનો ઘટાડો કર્યો છે
સ્ટેટ બેંકે ટર્મ ડિપૉઝીટ પર પણ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે
સાર્વજનિક ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ MCLR આધારિત લોનના વ્યાજદરોમાં 15 બેસિસ પૉઇન્ટ્સનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ એક વર્ષની લોન અવધિ પર વ્યાજદર 7.40 ટકાથી ઘટીને 7.25 ટકા થઇ ગયો. નવો વ્યાજ દર 10 મે થી લાગૂ થશે. બેંકે કહ્યું કે આ સતત 12મી વખત છે જ્યારે વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

જમા મૂડી પર પણ કમાણી ઘટી
સ્ટેટ બેંકે ટર્મ ડિપૉઝીટ પર પણ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. જમા મૂડી પર વ્યાજ દરોમાં 20 બેસિસ પૉઇન્ટ્સનો ઘટાડો કરવામાં આવ્યો છે જે 12 મે થી લાગૂ થશે અને આ ત્રણ વર્ષના સમય માટે છે.

સીનિયર સિટિઝન્સને જમા પર એકસ્ટ્રા ઇન્ટ્રેસ્ટ
આ ઉપરાંત બેંકે સીનિયર સિટીઝન્સ માટે ‘એસબીઆઇ વીકેયર ડિપૉઝીટ’ સ્કીમની શરૂઆત કરી છે. આ હેઠળ વૃદ્ધોને 5 વર્ષ અથવા એનાથી વધારે સમય માટે જમા કરવા પર 30 બેસિસ પૉઇન્ટ્સનું એકસ્ટ્રા પ્રીમિયન ઇન્ટ્રેસ્ટ મળશે.

બેંક ઑફ મહારાષ્ટ્રે પણ વ્યાજમાં ઘટાડાની જાહેરાત કરી
6 મે બેંક ઑફ મહારાષ્ટ્ર અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકે પણ વ્યાજ દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી. બંને બેકેએ વ્યાજ દરોમાં 10 બેસિસ પૉઇન્ટ્સનો ઘટાડો કર્યો હતો. ઇન્ડિયન ઓવરસીઝ બેંકે એક વર્ષના સમયના કોષની સીમાંત ખર્ચ આધારિત લોનના વ્યાજ દરને 0.10 ટકા ઘટાડીને 8.15 ટકા કરી દેવામાં આવ્યો છે. બેંક ઑફ મહારાષ્ટ્રે એક વર્ષના સમય માટે એમસીએલઆર આધારિત વ્યાજ દરને 0.10 ટકા ઘટીને 7.90 ટકા કરી દીધી

Leave a Reply