આરોગ્ય સેતુ એપ થઈ હેક, હેકરે કહ્યું-PMOમાં પાંચ લોકોની તબિયત ખરાબ છે

 

આરોગ્ય સેતુ એપની સિક્યોરિટી અને પ્રાઈવેસીને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. મંગળવારે ફ્રાંસના એક હેકર અને સાયબર સિક્યોરિટી એક્સપર્ટ ઈલિયટ એલ્ડર્સને દાવો કર્યો હતો કે આરોગ્ય સેતુ એપની સુરક્ષામાં અનેક ખામીઓ છે, તો હવે ઈલિયટ એલ્ડર્સને આરોગ્ય સેતુ એપને હેક કરવાનો દાવો કર્યો છે. એલ્ડર્સને ટ્વીટ કરીને દાવો કર્યો છે કે પ્રધાનમંત્રી કાર્યાલયમાં પાંચ લોકોની તબિયત ઠીક નથી.

ઈલિયટ એલ્ડર્સને ટ્વીટ કરીને કહ્યું કે, આરોગ્ય સેતુ એપ એક ઓપન સોર્સ એપ છે. તેઓએ એ પણ દાવો કર્યો છે કે પીએમઓ ઓફિસમાં પાંચ લોકોની તબિયત ખરાબ છે, અને આ જાણકારી તેને આરોગ્ય સેતુ એપથી જ મળી છે. એલ્ડર્સને એમ પણ દાવો કર્યો છે કે, ભારતીય સેનાના મુખ્યાલયમાં 2 લોકો અસ્વસ્થ છે, સંસદમાં એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે અને ગૃહમંત્રાલયમાં 3 લોકો સંક્રમિત છે.

Elliot Alderson
@fs0c131y
· May 6, 2020
Replying to @fs0c131y
This is the issues. I will give a technical explanation later today in an article

Elliot Alderson
@fs0c131y
And yes, yesterday:
– 5 people felt unwell at the PMO office
– 2 unwell at the Indian Army Headquarters
– 1 infected people at the Indian parliament
– 3 infected at the Home Office

Should I continue?
9,557
4:50 PM – May 6, 2020
Twitter Ads info and privacy
5,069 people are talking about this
જણાવી દઈએ કે આરોગ્ય સેતુ એપ પર વિપત્રનાં સવાલો અને આરોપોને કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે નિરાધાર ગણાવ્યા છે. કેન્દ્રીય આઈટી મંત્રી પ્રસાદે કહ્યું કે આ એપ ડેટા અને પ્રાઈવસીની સુરક્ષાનામામલે ખુબ જ મજબૂત છે. પ્રસાદે કહ્યું કે, આ ભારતની તકનીકી આવિષ્કાર છે અને કોવિડ 19થી લડવામાં કારગર છે.

Leave a Reply